દિલ્હી ચૂંટણી: BJPની કારમી હારથી પાર્ટીમાં સન્નાટો!, મનોજ તિવારીએ કરી રાજીનામાની રજુઆત

દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 

દિલ્હી ચૂંટણી: BJPની કારમી હારથી પાર્ટીમાં સન્નાટો!, મનોજ તિવારીએ કરી રાજીનામાની રજુઆત

નવી દિલ્હી: દિલ્હીમાં 21 વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તામાં વાપસીના સપના જોઈ રહેલા ભાજપ (BJP) ને આ વખતે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) માં એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. 70 સભ્યોવાળી વિધાનસભામાં પાર્ટી ફક્ત 8 બેઠકો મેળવી શકી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાની રજૂઆત કરી છે. 

ભાજપની આજે સાંજે 5 વાગે બેઠક
નોંધનીય છે કે દિલ્હીમાં મળેલી હારથી ભાજપનું ટોચનું નેતૃત્વ આઘાતમાં સરી પડ્યું છે. સંપૂર્ણ તાકાત ઝોંકી, દમદાર નેતાઓની ફૌજ પ્રચારમાં ઉતરવા છતાં ભાજપને માત્ર 8  બેઠકો મળી. પાર્ટીની સજ્જડ હાર બાદ હવે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હારની સમીક્ષા માટે આજે સાંજે 5 વાગે મહાસચિવોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. 

જુઓ LIVE TV

ભાજપના બે દિગ્ગજ નેતા પાર્ટીની હારની સમીક્ષા કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી હાર થઈ છે. લગભગ 21 દિવસ ચાલેલા ધૂંઆધાર પ્રચાર છતાં દિલ્હીમાં પાર્ટીની હાર થઈ. ભાજપે ચૂંટણી પ્રચારમાં તમામ દિગ્ગજ નેતાઓને ઉતાર્યા હતાં. કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં પદયાત્રા કરતા હતાં. ગૃહ મંત્રી અમિત શાહે પણ દિલ્હીની ગલીઓમાં અનેક રેલીઓ કરી પરંતુ આમ છતાં પાર્ટી નેતા હાર્યાં. ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન શાહીબાગ, કલમ 370, નાગરિકતા કાયદો, રામ મંદિર જેવા અનેક મુદ્દાઓ જોવા મળ્યાં પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં અને પાર્ટીના નેતાઓ હાર્યાં. 

ચૂંટણીમાં હાર બાદ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ હાર સ્વીકારતા કહ્યું કે ભાજપે આ જનાદેશને સ્વીકારતા રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું છે અને પ્રદેશના વિકાસ સંબંધિત દરેક મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવશે. દિલ્હી ચૂંટણીમાં શાહીન બાગનો મુદ્દો પણ છવાયેલો રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news